તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ભોજદેના યુવાનનું કાર અકસ્માતમાં મોત

તાલાલા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્ની અને પુત્ર સાથે સસરાને ઘેરથી પરત ફરતી વખતે કારે બાઇકને ઠોકર મારી

તાલાલા તાલુકાના ભોજદે (ગિર) નો એક વિપ્ર યુવાન તેનો જન્મદિવસ હોઇ તેમના સસરાને ત્યાં પત્ની અને પુત્ર સાથે તાલાલા ગયો હતો. અને ત્યાંથી પરત ફરતી વખતે એક કારે તેમની બાઇકને હડફેટે લેતાં તેનું ઘટનાસ્થળેજ મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ, તાલાલા તાલુકાના ભોજદે ગામના રવિભાઇ બાલકૃષ્ણભાઇ દવેનો જન્મદિવસ હોઇ તેઓ પોતાના પત્ની દર્શનાબેન અને પુત્ર કુશલ સાથે તાલાલા પોતાના સસરા કૃષ્ણપ્રસાદ મહેતાને ઘેર ગયા હતા. અને ત્યાં ભોજન લઇ રાત્રે પોતાને ગામ ભોજદે પરત આવવા નિકળ્યા હતા. તેઓ તાલાલાથી 6 કિમી દૂર સાસણ રોડ પર કળશ હોટલ પાસે પહોંચતાં ત્યારે સાસણથી પુરપાટ ઝડપે આવતી જીજે 32 5121 નંબરની કારના ચાલકે તેમની બાઇકને ઠોકર મારી હતી.

આથી બાઇક ફંગોળાઇ ગઇ હતી. અને રવિભાઇનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પત્ની અને પુત્રને ગંભીર ઇજા થતાં તાલાલામાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે વેરાવળ સિવીલમાં રીફર કરાયા હતા. બનાવ અંગે મૃતકના સંબંધી ભરતભાઇ દવેએ કાર પડતી મૂકી નાસી જનાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ તાલાલા પોલીસ ચલાવી રહી છે.

હિટ એન્ડ રનની આશંકા
જે રીતે અકસ્માત થયો એ જોતાં હીટ એન્ડ રનની આશંકા સેવાઇ રહી છે. રાત્રે અકસ્માત સર્જાયો ત્યારે કારની સ્થિતી શંકાસ્પદ હતી. રાત્રે નંબર પ્લેટ જોવા મળતી નહોતી. જ્યારે સવારે તે કારમાં લાગેલી હતી. અકસ્માત બાદ કાર અને બાઇકને પણ કોઇએ મૂળ સ્થિતીમાંથી ફેરવ્યાની મૃતકના પરિવારે આશંકા દર્શાવી છે. આથી બનાવમાં ઘટનાસ્થળે યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...