દુર્ઘટના:આંકોલવાડી- હડમતિયા રોડ પર ટ્રેકટર પલટી મારતા યુવકનું મોત

તાલાલા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડની સાઇડ બુરવામાં ન આવતા ટ્રેકટર પલટી ખાઇ ગયું

તાલાલા તાલુકાનાં આંકોલવાડીથી હડમતીયા જતા રોડ પર રેતી ભરી આવી રહેલા ટ્રેકટરને રોડની સાઇડ ખરાબ હોવાથી અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું. ટ્રેકટર રોડની સાઇડથી ફંગોળાતા પલટી મારી ગયું હતું અને ટ્રેકટરનાં ચાલક પટેલ યુવાકનું મોત નિપજ્યું હતું. આંકોલવાડી ગામે રહેતા આર્ગીશભાઇ રમેશભાઇ મકાણી(ઉ.વ.20) પટેલ યુવાન ટ્રેકટરમાં રેતી ભરી હડમતીયા રોડ થી આવી રહ્યા હતા. રોડ માત્ર સવાત્રણ મિટર પહોંળો હોય ટુંકા રોડની સાઇડો પણ ભરેલ ના હોવાથી ટ્રેકટર રોડ ઉપરથી નીચે ઉતરી પલટી મારી ગયું હતું. જેમા પટેલ યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટના પગલે આંકોલવાડી ગામમાં શોક પ્રસરી ગયો હતો.

તંત્રનાં વાંકે નિર્દોષનો ભોગ લેવાય છે
આંકોલવાડી તાલાલા તાલુકાનો મુખ્ય ભાગ છે. આંકોલવાડીથી વાડલા,હડમતીયા, મંડોરણા, રસુલપરા સહિતનાં અન્ય ગામોનો રસ્તાઓની સ્થિતી ખરાબ છે. તંત્રનાં પાપે થતા અકસ્માતથી ગ્રામીણ લોકોમાં રોષ ફેલાયો છે. તંત્રનાં વાંકે નિર્દોષનો ભોગ લેવાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...