ક્રાઇમ:તાલાલાનાં હડમતીયા ગામે પાણી ઢોળવા મુદ્દે પ્રૌઢની કરાઈ હત્યા

તાલાલા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલ્ટાયો

તાલાલા પંથકના હડમતીયા ગીર ગામે રહેતા બે પરિવારો વચ્ચે ઝઘડો થતા એક યુવાને પ્રૌઢ પર છરી વડે હુમલો કરતા સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. તાલાલા પંથકના હડમતીયા ગીર ગામે રહેતા ઈસ્માઈલભાઈ ચોટીયારા (ઉ.વ.60)ને તેના પાડોશમાં રહેતા મુસ્તકી બગસ સીરમાન સાથે પાણી ઢોળવા બાબતે બોલાચાલી થયેલ હોય.

ઉપરાંત ઈસ્માઈલભાઈની પુત્રી સાથે લવ મેરેજ થયેલ હોય. જે મનદુ:ખ પણ ચાલતુ હતુ. સામાન્ય બાબતમાં થયેલ ઝઘડામાં મુસ્તકીએ ઉશ્કેરાઈ જઈ ઈસ્માઈલ ભાઈના શરીર પર તીક્ષ્ણ છરીના ઘા મારી દેતા ગંભીર ઈજા પહોંચી હતી. અને ઈસ્માઈલભાઈને પ્રથમ તાલાલા બાદમાં વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયા હતા.જ્યા સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. જાણ થતા જ તાલાલાથી પોલીસ કાફલો દોડી ગયો હતો. તહેવારોની પૂર્વ સંધ્યાએ થયેલી હત્યાની ઘટનાથી પીએસઆઈ બાંટવાએ ઉચ્ચઅધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...