ક્રાઇમ:તાલાલામાંથી જામગરી સાથે એક શખ્સ ઝડપાયો

તાલાલા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બંદૂક આપનાર સામે પણ ગુનો નોંધવા તજવીજ

ગિર સોમનાથ એસઓજીએ પાણીકોઠા ચકુપરા વિસ્તારમાંથી દેશી જામગરી સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.ગિર સોમનાથ એસઓજીના પીઆઇ એસ. એલ. વસાવા અને સ્ટાફે નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન તાલાલા તાલુકાના સેમરવાવ દેવડીના રહીશ મુસાભાઇ દાદુભાઇ મોરી (ઉ. 30) નામના શખ્સને પકડ્યો હતો. તેની પાસેથી રૂ. 1 હજારની કિંમતની દેશી જામગરી બંદૂક મળી આવતાં તે કબ્જે કરી હતી. આ બંદૂક પોતાને પાણીકોઠાના સુલતાન રહેમતુલ્લા કેવરે આપી હોવાની કેફિયત આપતાં પોલીસે તેને પકડવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...