તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી સામે તપાસ:ખાંભાની સીમમાં 4 મહિના રોકાણ, ઔષધિના નામે સિંહની થતી રેકી

તાલાલાએક મહિનો પહેલાલેખક: જીતેન્દ્ર માંડવિયા
 • કૉપી લિંક
 • 2007 માં 6-6 સિંહના શિકાર છતાં પણ વનવિભાગે બોધપાઠ ન લીધો : 15 સભ્યોની ગેંગ હોવાની શક્યતા, 3 ઝડપાતાં બીજા નાસી ગયા

ગીર જંગલની બાબરિયા રેન્જમાં 2007 માં મધ્યપ્રદેશની શિકારી ટોળકીએ 6 સિંહોના શિકાર કર્યાની ઘટનાથી બોધપાઠ લેવાને બદલે બેદરકારી રાખતાં શિકારી ગેંગ ફરી સક્રિય થઇ છે.દેશી દવા અને ઓસડિયાં બનાવવા અને વેચવાના ઓઠા તળે શિકારી ગેંગ ગીરના ગામડાઓમાં ઝૂંપડા બાંધીને રહે છે. જંગલમાં દેશી ઔષધિ ગોતવાના બહાને સિંહોના ગૃપની રેકી કરી લોકેશન મેળવી શિકાર કરે છે. અા શિકારી ગેંગની મોડ્સ ઓપરેન્ડી 2007 વખતેજ ખુલ્લી પડી ગઇ હતી. પરંતુ આજે પકડાયેલી શિકારી ગેંગ 15 સભ્યોથી વધુની હતી. છેલ્લા 4 માસથી ખાંભા ગામના રેવન્યુ વિસ્તારમાં ઝૂંપડા બાંધીને રહે છે.

ત્યાં સુધી વનવિભાગને અણસાર સુદ્ધાં ન આવ્યો. વનવિભાગના સ્ટાફને ફેરણા અને પેટ્રોલીંગ માટે ફોર વ્હીલ અને ટુ વ્હીલર સહિતના સાધનો અપાયા છે. ગિરના ગ્રામ્ય વિસ્તારમાં વન્યજીવોની સુરક્ષા માટે વનવિભાગ, પોલીસ, પીજીવીસીએલ સહિતના વિભાગોની સાથે સંયુક્ત રીતે સમયાંતરે કામ કરતા એ કામગિરી અટકી ગઇ હોય એમ શિકારી ગેંગ ફરી મેદાનમાં આવી છે.

પકડાયેલા 3 શખ્સો ઉપરાંત બાકી રહેલા 10 થી 12 શખ્સો તાલાલાથી ભાગીને ઊના તરફ નાસી છુટી છૂટા છવાયા વહેંચાઇ ગયા છે. આજે ભલે વનવિભાગે સતર્કતા દાખવી પણ 2007 ની ઘટનાથી કોઇ બોધપાઠ લીધો નથી. એ આજે પણ સત્ય હોવાનું જોવા મળી રહ્યું છે. ગામડે-ગામડે વન્યપ્રાણી મિત્રો-સરપંચો સાથે સંકલનની બાબતો કાગળ પર રહી ગઇ હોય એવું લાગે છે.

ટેક્નોલોજી અને કરોડો રૂપિયાનો ખર્ચ છત્તાં વનવિભાગ અંધારામાં
વનવિભાગ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. તેમજ સિંહના સંવર્ધન અને રક્ષણ પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે. આ ઉપરાંત એનજીઓમાંથી પણ ફંડ આવે છે. ત્યારે શિકારી ટોળકીઓ અહીં સુધી પહોંચી જાય અને વનવિભાગે અંધારામાં રહે તેને લઇને પણ સવાલો ઉઠ્યા છે.

ગામડાઓ સાથે સુલેહભર્યા સંબંધો જરૂરી
અનેક ઘટનાઓ એવી બની છેકે, ગ્રામ્યજનોને ક્યાંયને ક્યાંય ખોટી રીતે હેરાન કરાયા હોય. જેના કારણે વનવિભાગ અને ગ્રામ્ય લોકો સાથે અંતર વધી રહ્યું છે. પરિણામે સિંહ શિકાર જેવી ઘટનાઓ બનવાની સંભાવના વધી જાય છે. વનવિભાગે ગામડાઓ સાથે સુલેહભર્યા સંબંધો વિકસાવવાની તાતી જરૂર છે.

સ્થળ પરથી છરી સહિતનો સામાન મળ્યો હતો

વનતંત્રની ટીમ ખાંભાની સીમમાં પહોંચી હતી. પરપ્રાંતિય લોકોએ વસવાટ કર્યો ત્યાંથી એક છરી ઉપરાંત ઘરવખરીનો કેટલોક સામાન પણ વનતંત્રને હાથ લાગ્યો હતો.

ઇજાગ્રસ્ત સિંહબાળને સારવારમાં ખસેડાયું
ફાંસલામાંથી મુક્ત કરાયેલા સિંહબાળને વનવિભાગે સારવાર માટે એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યું છે. અને તેને સામાન્ય ઇજા છે. જોકે, ક્યાં ખસેડ્યું છે એ અંગે સુત્રોએ મૌન સેવ્યું છે.

સિંહણ, સિંહ બાળ આ વિસ્તારમાં ફરતા રહે છે
સિંહણ અને સિંહ બાળ સુત્રાપાડા અને તાલાલા ગ્રામ્ય વિસ્તારની સીમમાં ફરતી રહે છે. તેમનેજ ટાર્ગેટ કરવા શિકારી ગેંગે અહીં જુદા જુદા ફાંસલા મૂક્યા હતા.

ગેરકાયદેસર સિંહ દર્શન વધ્યું
ગે.કા સિંહ દર્શનના અનેક વીડિયો અગાઉ વાયરલ થયા છે. હજુ પણ કયાંયને કયાંય અાવી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વનવિભાગે આ તરફ પણ આગળ વધવાની જરૂર છે. આવી પ્રવૃત્તિ સાથ જોડાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની તાતી જરૂર છે.

સંકલનથી આરોપીને પકડવામાં સફળતા મળી
જોકે, આ ઘટના ગંભીર છે. પરંતુ ઘટના સામે આવ્યા બાદ વનવિભાગની સતર્કતા અને પોલીસ સાથેના સંકલનના કારણે ટોળકીના સભ્યોને ફરાર થઇ જાય એ પહેલાંજ દબોચી લેવામાં આવ્યા હતા.

દીપડાએ હુમલો કર્યાનું રટણ કર્યું

શિકારી ટોળકીના શખ્સને હુમલો થયા બાદ તાલાલા સિવીલમાં ખસેડાયા હતા. જ્યાં તેમણે દીપડાએ હુમલો કર્યાનું રટણ કર્યું હતું. તેમાં પોતાનું નામ હબીબ શમશેર લખાવ્યું હતું. જોકે, તંત્રને આ નામ ખોટું હોવાની શંકા ગઇ હતી. જોકે, હાલ વનવિભાગે તેના નામને લઇ કોઇ ફોડ પાડ્યો નથી. તાલાલા સિવીલમાં લાવ્યા હતા ત્યારે આઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેમાં મહિલા, ઘાયલ અને અન્ય એક પુરૂષ નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો