તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોની સ્થિતી કફોડી:આંબળાશ ગામના 35 ખેડૂતોએ સહાય માટે ભરેલા ફોર્મ ગુમ, તાઉતે વાવાઝોડાની સહાય મામલે ઉહાપોહ થયો

તાલાલા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાલાલાનાં આંબળાશ (ગીર) ના ખેડૂતોએ કૃષિમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છેકે, ગામમાં વાવાઝોડાથી અસર પામેલા ખેડૂતોએ ગત 6 જુને ગ્રામ પંચાયતમાં જરૂરી અરજી અને દસ્તાવેજો સાથે કુલ 515 ફોર્મ જમા કરાવ્યા હતા. જે પૈકી 283 ખેડૂતોને સહાય મળી છે, 195 ને હજુ સુધી સહાય નથી મળી. અને એ 195 પૈકી 35 ખેડૂતોના તો ફોર્મજ ગુમ થઇ ગયા છે. કૃષિ વિસ્તરણ અધિકારીની કચેરીના જણાવ્યા મુજબ, ગ્રામ પંચાયતના વીસીએ ફોર્મ પહોંચાડ્યા નથી. તો વીસીના કહેવા મુજબ, તેમણે ફોર્મ જમા કરાવી દીધા પણ ફોર્મ જમા કરાવ્યા અંગેની કોઇ રીસીપ્ટ અપાતી નથી. સહાય ન મળવાને લીધે ખેડૂતોની સ્થિતી કફોડી બની છે.