તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂકંપના આંચકા:ગીરમાં 12 કલાકમાં ભૂકંપના 22 આંચકા

તાલાલા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તાલાલા અને ગ્રામ્ય પંથકમાં કાતિલ ઠંડીનો દૌર શરૂ: સ્થાનિક લોકોએ ઘરની બહાર રાત વિતાવી
 • ગીર પંથકમાં ભૂસ્તરીય હિલચાલથી રાત્રિના 1 વાગ્યાથી ભૂકંપના આંચકા શરૂ: લોકોમાં ખળભળાટ

ગિર પંથકમાં થતી ભૂસ્તરિય હિલચાલ રવિવારે મોડી રાતથી અચાનકજ વધી ગઇ હતી. રાત્રે 1 વાગ્યાથી સોમવારે બપોરે 1 વાગ્યા સુધીમાં 12 કલાકમાં ભૂકંપના હળવા અને ભારે મળી કુલ 22 આંચકા નોંધાયા હતા. પરિણામે ઠંડીમાં નિદ્રાધીન થયેલા ગિર વાસીઓને ભૂકંપે અડધી રાત્રે પરસેવો વાળી દીધો હતો.

તાલાલા તાલુકાના મોરુકા, જશાપુર, રસુલપરા ગામોના ઇશાન ભાગમાં થતી ભૂસ્તરિય હિલચાલથી ગત રાત્રીના 1 વાગ્યાથી આવેલા ભૂકંપના આંચકા શરૂ થયા હતા. અડધી રાત્રે 3:46 વાગ્યે આવેલા 3.3 ની તીવ્રતાના આંચકાથી સમગ્ર ગિરની ધણધણી ઉઠી હતી. લોકો નિંદરમાંથી જાગી ગયા હતા. અને હજુ કાંઇ સમજે એ પહેલાં 3:55 વાગ્યે ફરી 3.1 અને 3:56 વાગ્યે 3.2 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. લોકો રીતસરના થથરી ગયા હતા. ત્યારબાદ હળવા આફ્ટર શોક ચાલુ રહ્યા હતા. સવારે ફરી 3 ની તીવ્રતાનો આંચકો આવતાં લોકોમાં ફરી ભૂકંપનો ભય પ્રસરી ગયો હતો.

12 કલાકમાં કુલ 22 આંચકા આવ્યા હતા. જેનું એપી સેન્ટર મોરૂકા, જશાપુર, રસુલપરા ગામ આસપાસ નોંધાયું હતું. જેમાં લોકોમાં ખળભળાટ જોવા મળ્યો હતો. ગુજરાત સરકાર રાજ્યના નિષ્ણાંતો પાસે તાકીદે ગિર પંથકમાં સર્વે કરાવી લોકોને માહિતગાર કરે એવી માંગ લોકોમાંથી ઉઠી છે.

શિયાળાની ઋતુમાં દર વર્ષે આંચકા આવે છે
ગિર પંથકનાં પેટાળમાં કાળમીંઢ પથ્થરો અને ખડકો હોવાનું અગાઉના સમયમાં સામે આવ્યું હતું. ચોમાસા દરમ્યાન ભૂગર્ભમાં ઉતરતું પાણી હવે શિયાળામાં પવન ફૂંકાવા સાથે પિયત માટે પાણીનો વપરાશ વધતાં ભૂગર્ભ જળ ઓછું થવા લાગ્યું છે. આથી ખડકોના ઘસારાથી થતી ભૂસ્તરિય હિલચાલથી ભૂકંપના હળવા-ભારે આંચકા દર વર્ષે શિયાળામાંજ આવતા રહ્યા છે.

ભૂકંપ ઓછી ઊંડાઇથી ઉદભવતાં અસર વધુ
તાલાલા પંથકમાં ગતરાત્રિ દરમ્યાન આવેલા ભૂકંપના આંચકામાં ઘણા માત્ર 3 કિમીની ઉંડાઇએથી ઉદ્ભવ્યા હતા. પરીણામે તીવ્રતા ઓછી હોવા છત્તાં 4 ની તીવ્રતા જેવી અસર જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો