તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યાથી છૂટકારો:ટીંબડી આલીદર ગામને જોડતા રસ્તાનું અટકેલું કામ ફરી શરૂ

સુત્રાપાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિ.પંચાયત સદસ્યની સફળ રજૂઆત
  • રસ્તા ઉપર 2 થી 3 ફૂટ પાણી ભરાવાની સમસ્યાથી મળશે છૂટકારો

ટીંબડી આલીદર ગામને જોડતા રસ્તાનું અટકેલું કામ ફરી શરૂ થતા ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનોમાં ખુશી વ્યાપી ગઇ છે. આ અંગે મળતી વિગત મુજબ ગિર સોમનાથ જિલ્લા આયોજનની વિકાસ યોજના અંતર્ગત સુત્રાપાડા તાલુકાના ટીંબડી ગામથી આલીદ્રા ગામ સુધીને જોડતા આરસીસી રોડનું કામ મંજુર થયું હતું . જોકે કામ ચાલુ થયા બાદ ટીંબડી ગામની સિમ તળમાં આવતા જ અટકી ગયું હતું. પરિણામે ચોમાસામાં રસ્તા પર 2 થી 3 ફૂટ પાણી ભરાવાની ભિતી વ્યકત થઇ રહી હતી.

વરસાદી પાણી ભરાય તો બળદગાડું કે ટુવ્હિલ પણ ચાલી ન શકે તેવી સ્થિતી નિર્માણ પામે જેથી ખેડૂતો અને ગ્રામજનો ચિંતાતુર બન્યા હતા.દરમિયાન આ અંગે સ્થાનિક લોકો અને ખેડૂતોએ જિલ્લા પંચાયત સદસ્ય રાજવિરસિંહ ઝાલાને રજૂઆત કરી હતી. બાદમાં તેમણે સ્થિતીની ગંભીરતાને જાણી વધારાનું કામ મંજુર કરાવી રોડનું બાકી કામ ફરી શરૂ કરાવ્યું છે. પરિણામે સ્થાનિક લોકો, ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ છે. } તસવીર - વી.ડી.બારડ

અન્ય સમાચારો પણ છે...