હાલાકી:વાસાવડની સીમમાં જંગલી ભૂંડ, રોજડાઓનો ત્રાસ, પાકને નુકસાન

સુત્રાપાડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાવેતર કરેલા ખેતરમાં ખેદાન-મેદાન કરી નાખતાં ખેડૂતો ચિંતીત

સુત્રાપાડા તાલુકાનાં વાસાવડ ગામે ખેરા રોડ ઉપર આવેલ પોઠિયાનો પા કેવાતા વિસ્તારના ખેતરોમાં જંગલી ભૂંડ અને રોજડાઓનો ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. આ સમસ્યાનો ઉકેલ નહિં આવે તો ખેડૂતો પાયમાલ થઈ જશે. હાલ ખેડૂતોએ મગફળીનું ઉત્પાદન લઈ અને ખેતરોમાં ચણા,મકાઇ અને ઘઉં જેવા પાકોનું વાવેતર કરે છે. પરંતુ વાવેતર કર્યા બાદ સવારે જંગલી ભૂંડ અને રોડજડાઓ ખેદાન-મેદાન કરી મુક્તા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

આ બાબતે ખેડૂત દિનેશભાઈ પરમાર સાથે વાત કરતાં જણાવ્યુ કે હાલ આ વિસ્તાર પાણી વગરનો છે. અને શિયાળામાં માત્ર એક મહિનો જ પાણી તળમાં રહે છે. જેના કારણે ચણા, મકાઇ અને ઘઉં જેવા પાકોનું વાવેતર કરે છે. પરંતુ વન્યપ્રાણીઓ તમામ વાવેલ પાકોને રાતોરાત ખાતરી નાખે છે. આ બાબત સુત્રાપાડા ફોરેસ્ટર સાથે વાત કરતાં કોઈ સંતોષ કારક જવાબ મળ્યો નથી. આથી વહેલી તકે તંત્ર કોઈ કાર્યવાહી કરે નહિંતર ખેડૂતો પાઇમાલ થવાના આરે છે.

અન્ય સમાચારો પણ છે...