પાકને નુકસાન:ગીર સોમનાથ જિલ્લામાં 49800 હેકટરમાં ઘઉંનું વાવેતર થયું'તું ઉત્પાદન ઘટવાની ધારણા

સુત્રાપાડા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિ સીઝનની શરૂઆતમાં થયેલા કમોસમી વરસાદથી વિવિધ પાકમાં રોગનું પ્રમાણ પણ વધ્યું

ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે 107000 હેકટરમાં રવિપાકનું વાવેતર થયું હતું જો કે વાવેતર સમયના થોડા દિવસો બાદ જ બે-ત્રણ વખત કમોસમી વરસાદ થયો હતો જેથી ચણા, ઘઉં,ધાણા સહિતના પાકને નુકસાન થયું હતું આ પાક હવે તૈયાર થવા જઈ રહ્યાં છે જો કે આ વર્ષે પાકમાં રોગમાં રોગનું પ્રમાણ વધુ હોય જેમની સીધી અસર ઉત્પાદન પર પડશે ઘઉંના પાકની વાત કરીએ તો સુત્રાપાડા સહિત જિલ્લામાં 49800 હેકટરમાં વાવેતર થયું હતું જો કે આ વર્ષે ઉત્પાદમાં ઘટાડો થનાર હોવાનું જાણકારો માની રહ્યાં છે.

વાવેતર પદ્ધતિમાં ફેરફાર કરવો પડશે
આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે ચોમાસાની સીઝનમાં વરસાદ સમયસર થતો નથી જેથી ક્યારેક વાવણી કાર્યમાં પણ મોડું થતું હોય છે આ ઉપરાંત પછોતરા વરસાદ થી મગફળીના પાકને પણ વ્યાપક નુકસાન થાય છે તેમજ શિયાળુ પાકના વાવેતરમાં મોડુ થતું હોય છે જેથી હવે કોઈ પણ સીઝનમાં આગોતરા વાવેતરની પદ્ધતિમાં ફેરફાર કરવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...