સ્વાગત:આણંદપરાના વતની 6 મેડલ પ્રાપ્ત કરનાર આર્મીનાં જવાનનું સ્વાગત

કાજલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરજ મૂક્ત થઇ માદરે વતન પરત ફરતાં 5 કીમી રેલી યોજાઈ

સુત્રાપાડા તાલુકાનાં આણદપરા ગામના અભયભાઈ બીજલભાઈ ચાવડા આર્મીમાં 19 વર્ષની નોકરી પૂર્ણ કરીને પોતાના વતનમાં આવતાં તેમનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જેમાનાં સ્વાગત માટે રામપરા ગામ થી આણદપરા ગામ સુધી પાંચ કિલોમીટરની રેલી કાઢવામાં આવી હતી જેમાં તેમનું ઠેકઠેકાણે સ્વાગત કરાયું હતું.

આણદપરા ગામનાં યુવાન અભયભાઈ બીજલભાઈ ચાવડા દેશની રક્ષા કાજે ઓગણીસ વર્ષ સુધીની સફરમાં કાશ્મીરમાં સહિત સાત કમાન્ડમાં ફરજ બજાવી છે. અને ચાઇના અને ભારત વચ્ચે ગલવાન ધાટીમાં જ્યારે મારામારી થઈ હતી. ત્યારે પણ તેમણે નિષ્ઠા પુર્વક ફરજ કરી ચીની સૈનિકોનાં દાત ખાટા કર્યાં હતા. આવી તેમની વિવિધ દેશ પ્રત્યેની ફરજ બદલ 6 મેડલ એનાયત કરવામાં આવ્યાં છે. તેમનાં સ્વગતમાં જેશીંગભાઈ વાણવી, પ્રવિણભાઈ આમહેડા, રાહુલભાઇ વણવી, પ્રવિણભાઈ ગોહેલ અને સરપંચો તેમજ એક્ષ.આર્મી મેનો તથા મોટી સંખ્યામાં ગામલોકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...