લોકોમાં રોષ:વેરાવળ-સુત્રાપાડા હાઇવે ઉપર સિમેન્ટના સ્પીડબ્રેકર નહીં હટે તો આંદોલનની ચિમકી

સુત્રાપાડા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી કંપનીએ મંજુરી વિના જ બનાવી નાંખ્યા, રજૂઆત કરાઈ

વેરાવળ-સુત્રાપાડાને જોડતા હાઇવે પર એક કંપનીએ સિમેન્ટના સ્પીડબ્રેકર બનાવી નાંખતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યોં છે.સુત્રાપાડા-વેરાવળ હાઇવે પર બે વર્ષ પહેલાં જ તંત્ર દ્રારા રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.પરંતુ એક કંપનીએ કોઈ જ મંજૂરી વિના જ સિમેન્ટના સ્પીડબ્રેકર બનાવી નાંખ્યા છે.જેથી સ્થાનિક લોકો અને રાષ્ટ્રીય કરણીસેના દ્રારા વિરોધ કરવામાં આવ્યો છે અને રજૂઆત કરવામાં આવી છે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ આપી છે.

કાર્યવાહી કરીશું : અધિકારી
આ અંગે સ્ટેટ હાઇવેના અધિકારી નંદાણીયાભાઈ એ કહ્યું હતું કે હાઇવે પર મંજુરી વિના સ્પીડબ્રેકર ન બનાવી શકે બે દિવસની અંદર હટાવવાની સૂચના અપાઈ છે જો સ્પીડબ્રેકર નહીં હટે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...