તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૈવિક ખેતી:સુત્રાપાડાના ખેડૂતે જૈવિક ખેતી કરી 6 ફૂટ કપાસનો પાક મેળવ્યો

સુત્રાપાડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 વર્ષ દવાનો છંટકાવ કર્યો, છેલ્લા 2 વર્ષમાં દોઢ ગણું ઉત્પાદન મળ્યું

ખેડૂત છેલ્લા 4 વર્ષથી દેશી દવાનો ઉપયોગ કરે છે. જેમાં છેલ્લા બે વર્ષથી સુત્રાપાડાના ખેડૂતે દેશી દવાનો છંટકાવ કરતા હાલ દોઢ ગણો ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે. હાલની પરિસ્થિતીને ધ્યાને લઈને દેશમાં ખેડૂતો વધુમાં વધુ ઉત્પાદનો મેળવવા માટે વાવેલા પાકોમાં જેરી દવાનો છંટકાવ તરફ વળ્યા છે. જેના કારણે લોકોમાં ભયંકર રોગ જોવા મળી રહ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના ખેડૂત વિરભાણભાઈ બારડએ પોતાના ખેતરમાં જેરી દવાના છંટકાવ 4 વર્ષથી બંધ કરી જૈવિક ખેતી શરૂ કરી હતી. જેમાં શરૂઆતના બે વર્ષ સુધી ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ખેડૂતે કોઈપણ જાતની ચિંતા કર્યા વગર ઉપયોગ કરવાનું ચાલું રાખ્યું હતું. જેના પરિણામે છેલ્લા બે વર્ષથી ઉત્પાદનમાં દોઢ ગણો ફાયદો જોવા મળ્યો છે. હાલમાં તેમના ખેતરમાં કપાસ 6 ફુટની ઊચાઇ ધરાવે છે. આ કપાસમાં લાગેલા જીંડવાં બીજા કપાસની સરખામણી બે ગણ્યા જોવા મળી રહ્યા છે.

દવા બનાવવામાં દેશી વસ્તુનો ઉપયોગ
દેશી દવા બનાવવા માટે કડવા લીમડાના પાંદડા, તેનો મોર, સીતાફળના પાંદડા, ગૌ મૂત્ર, લીમડાનું તેલ વગેરેનું મીક્ષણ કરી દવા બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...