કૃષિ:સુત્રાપાડા યાર્ડમાં નવી મગફળીનો ભાવ ટેકાથી 35 રૂપિયા ઉંચો

સુત્રાપાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને બાજરીના રૂ. 300-360, ઘઉંના રૂ. 325-355 અને કાળા તલના રૂ. 1600-2180 ઉપજ્યા

સુત્રાપાડા તાલુકાના પ્રાંસલી માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળી અને બીજી જણસીઓની આવક શરૂ થઇ ગઇ છે. જેમાં નવી મગફળીનો ભાવ સરકારના ટેકાથી 35 રૂપિયા ઉંચો રહ્યો છે. અહીં મગફળીનો ભાવ રૂ. 825 થી 1145 નો રહ્યો છે. સુત્રાપાડાનાં પ્રાંસલી માર્કેટ યાર્ડમાં મગફળી ઉપરાંત ખેડૂતોને અહીં મણ દીઠ બાજરીનો ભાવ રૂ. 300 થી 360, ઘઉંનો રૂ. 325 થી 355 અને કાળા તલનો ભાવ રૂ. 1600 થી 2180 મળ્યો છે. દિવસે દિવસે યાર્ડમાં જણસીની આવકમાં વધારો થઈ રહ્યો છે. આથી ખેડૂતોને વધુમાં વધુ જણસી લાવવા ચેરમેન દિલીપભાઈ જસાભાઈ બારડે જણાવ્યું છે.

સરકાર સોયાબીનમાં પણ ટેકાનો ભાવ જાહેર કરે
ભેંસાણ યાર્ડમાં હજી 15 દિવસ પહેલાં સોયાબીનનો ભાવ રૂ. 1000-1600 હતો. પણ યાર્ડમાં સોયાબીનની આવક શરૂ થતાંજ ઘટીને રૂ. 800-900 થઇ ગયો છે. ગોરખપુરના ખેડૂત મુકેશભાઇ છેલડિયાએ જણાવ્યું હતું કે, એક તો શરૂમાં ઓછા વરસાદને લીધે ઉતારો ઓછો છે. એમાં પાછો ભાવ ઘટી ગયો. સરકાર આમાં પણ ટેકાના ભાવ જાહેર કરે.

અન્ય સમાચારો પણ છે...