રસ્તો બિસ્માર:ધામળેજ-સોમત નદી સુધીના માર્ગ ઉપરના ખાડા બુરાયા

ધામળેજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજુ અનેક જગ્યાએ ખાડા હોઇ અકસ્માતની સેવાતી ભિતી

ધામળેજ થી સોમતનદી સુધી નો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જોકે, તંત્ર દ્વારા ખાડા બુરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

થોડા મહિના પહેલા જ સુત્રાપાડા ફાટક થી સોમત નદી સુધીના માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને હાલ ધામળેજ થી સોમત નદી સુધીના માર્ગ પર ખાડાઓ પડી ગયા હતા જેથી વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. અંતે રિપેર કરાયો છે. જોકે, હજુ અનેક જગ્યાએ કામગીરી બાકી છે. તે પૂર્ણ કરવા માંગ કરાઇ છે. આ માર્ગ પર ઓવરલોડ માલ ભરીને વાહનો પસાર થતા હોય જેથી આ રસ્તો બિસ્માર બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...