ન્યાય આપવા ખાત્રી આપી:મોરાસાના ખેડૂતો રોજગારી અપાવવા તાલાલનાં ધારાસભ્યે કંપની સાથે વાત કરી

સુત્રાપાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુત્રાપાડા તાલુકાનાં મોરાસા ગામ નજદીક આવેલ સિધ્ધિ સિમેન્ટ કંપનીમાં જે તે સમયે પ્રશ્નાવડા, મોરાસા, છગિયા અને વાવડી ગામના ખાતેદારો ખેડૂતોની જમીન કંપનીમાં ગય હતી. આથી ત્યારે કંપની દ્વારા આ તમામ ખેડૂતોના પરિવારને રોજગારી આપવાનું જણાવ્યું હતું. પરંતુ જેમાનાં અમુક પરિવારોને હજુ સુધી રોજગારી મળી નથી. આવા પરિવારોએ અવાર-નવાર રજૂઆતો કરવા છતાં કંપની દ્વારા રોજગાર આપવામાં આવ્યું નથી.

આથી ખેડૂત ખાતેદારો પોતાની માંગ સાથે કંપની સામે છેલ્લા 26 દિવસથી ઘરણા ઉપર બેઠેલા છે. આ છાવણીની તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ તથા સુત્રાપાડા તાલુકા પ્રમુખ સહિતના કોંગ્રેસનાં અસંખ્ય આગેવાનોએ મુલાકાત લીધી હતી. દરમિયાન ખેડુતોની વ્યથા સાંભળી અને આ મુદે કંપનીના મેનેજમેંટ સાથે વાત કરી યોગ્ય ન્યાય આપવા ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...