તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:હદપારીનો ભંગ કરનાર ઘંટિયા ગામનો શખ્સ ઝડપાયો, કાર્યવાહી

સુત્રાપાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, દીવમાંથી હદપાર હતો
  • પોલીસે શખ્સના ઘરેથી દેશીદારૂનો જથ્થો પકડી પાડ્યો

4 જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી 6 માસ માટે હદપાર કરાયેલા શખ્સને પોલીસે ઘંટીયા પ્રાંચી ગામે તેમના ઘરેથી હદપારી ભંગ કરવા બદલ દબોચી લીધો હતો. પોલીસે દરોડા દરમિયાન દેશીદારૂનો જથ્થો પણ પકડી પાડ્યો હતો. દારૂના ધંધાર્થી તેમજ હદપારી ભંગ કરનારને ઝડપી લેવા ગિર સોમનાથ જિલ્લા ઇન્ચાર્જ એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ સૂચના આપી હતી.

બાદમાં સુત્રાપાડા પીએસઆઇ એ. એમ. હેરમા અને સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. દરમિયાન ઘંટીયા પ્રાંચી ગામે સંદિપ ભીખાભાઇ સોલંકીના ઘરે દરોડો પાડી દેશીદારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આરોપી સંદિપ સોલંકીને ગિર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લામાંથી હદપાર કરાયો હતો. ત્યારે તેની પ્રોહિબીશન એકટ ઉપરાંત હદપારી ભંગના ગુનામાં પણ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...