ચિંતન બેઠક:કોળી સમાજ દ્વારા પણ પોતાના મુખ્યમંત્રીની માંગ કરવામાં આવી

સુત્રાપાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાચી તીર્થ ખાતે યોજાયેલી ચિંતન બેઠકમાં ચર્ચા

પાટીદાર સમાજ બાદ હવે કોળી સમાજ દ્વારા પોતાના સમાજનો મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી છે. કોળી સમાજના અખિલ ભારતિય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી જેઠાભાઇ જોરાએ કહ્યું છે કે, રાજ્યમાં કોળી સમાજની વસ્તી સૌથી વધારે છે. અને 45 બેઠકો પર અમારું પ્રભુત્વ છે. આથી મુખ્યમંત્રી અમારા સમાજનો હોવો જોઇએ.

ભારતિય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી જેઠાભાઈ જોરાએ ગિર સોમનાથ જિલ્લાના પ્રાચી ખાતે કોળી સમાજની ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું. જેમાં 4 ધારાસભ્ય અને 1 સાસદને આમંત્રિત કરાયા હતા. જોકે સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય પુંજાભાઇ વંશ હાજર નહોતા રહ્યા. જ્યારે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસસમા અને માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા હાજર રહ્યા હતા. કોળી સમાજે શિક્ષણ, રાજકિય સહિત વિવિધ મુદ્દે ચર્ચાઓ કરી હતી. જેમાં સમાજનો મુખ્યમંત્રી બનાવવાની ચળવળ શરૂ કરવાનો મુખ્ય મુદ્દો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...