તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:વાવડીના ખેડૂત ન્યાય માટે બીજીવાર સાયકલ ઉપર ગાંઘીનગર જવા રવાના

સુત્રાપાડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર ન્યાય નહીં મળે તો દિલ્હી જઈ પીએમ મોદી પાસે કરશે માંગ

સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના ખેડુતની જમીન કૌટુંબીક સગાઓએ પડાવી લેતા ન્યાની માંગ સાથે સાયકલ પર ગાંધીનગર જવા રવાના થયાં છે. સુત્રાપાડાના ખેડુત અરસીભાઈની કૌટુંબીક સગાઓની સંયુક્ત ખેતીની જમીન કુકરાસ ગામે આવેલી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2000માં તેમના કૌટુંબીક સગા કાળાભાઈએ ભાગીદારોના નામો કમી કરી ખોટા સહી સિક્કા કરી જમીન વેચી નખી છે. અને પોતાની જાણ બહાર વેચી દીધાની અનેક ફરીયાદો સ્થાનીક તંત્રને કરી હતી. નિવારણ ન આવતા અરસીભાઈ સાયકલ પર ગાંધીનગર મુખ્ય મંત્રી પાસે ન્યાય માંગવા પહોંચ્યા હતા.

મુખ્ય મંત્રીએ બનાવની તાકીદે તપાસ કરવા ગત નવેમ્બર મહિનામાં ખાત્રી આપી હતી. જેને છ મહિના વિતી ગયા હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તેઓ ફરી ભાલકાતીર્થ થી સાયકલ પર ગાંધીનગર ન્યાય મેળવવા તેમજ મંત્રી કૌશીક પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહને રૂબરુ રજુવાત કરવા ગાંધીનગર જવા રવાના થયા છે. અને જો ત્યા ન્યાય નહીં મળે તો દિલ્હી સાયકલ પર જશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...