તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉલ્ટી ગંગા:એન્જીનિયરે પુત્રને ખાનગી ઇંગ્લીશ સ્કુલમાંથી ઉઠાડી સરકારીમાં બેસાડ્યો

સુત્રાપાડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 થી વધુ વિદ્યાર્થીએ ખાનગીમાંથી મટાણા પ્રાથમીક શાળામાં પ્રવેશ મેળવ્યો

સુત્રાપાડા તાલુકામાં ખાનગીમાંથી સરકારી શાળા તરફ વાલીઓ ઉમટ્યા હોય તેવી સ્થિતી વર્તાઈ રહી છે. ત્યારે આ સિલસિલો તાલુકાની મટાણા પ્રાથમિક શાળામાં પણ જોવા મળ્યો છે. મટાણા સરકારી શાળા આ વિસ્તારમાં એક આદર્શ અને સ્માર્ટ શાળા તરીકે ઓળખાય છે. ગામનું એક પણ બાળક વર્ષ 2016થી ખાનગી શાળામાં અભ્યાસ કરતું નથી. શાળામાં ફરજ બજાવતા સ્ટાફનાં બાળકો પણ આ જ શાળામાં અભ્યાસ કરે છે.

દરમ્યાન આ વર્ષે કોડીનાર-2નાં પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર એચ.વી. પરમારે મટાણા પ્રાથમિક શાળામાં પોતાના સંતાન પરમાર દિગ્વિજયસિંહનું એડમિશન કરાવ્યું હતું. જો કે જોવા જેવી વાત છે કે ખાનગી અંગ્રેજી માધ્યમની શાળા છોડી તેમણે સરકારી ધોરણ 1માં લીધું છે. શાળાના આચાર્ય રમેશભાઈ ખેર અને તેમના સ્ટાફનો એક જ ટાર્ગેટ છે કે વર્ષ 2024 સુધીમાં 50 કરતા વધારે વિધાર્થીઓ પ્રવેશ મેળવે​​​​.

આ વર્ષે 5 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો
શાળમાં આ પ્રવાહ 2017થી ચાલુ છે. જેમાં દર વર્ષે 2 કે 4 બાળકો પ્રવેશ મેળવે છે. આવી રીતે આ વર્ષે કુલ 5 વિદ્યાર્થીઓએ એડમીશન લીધું છે. અત્યાર સુધીમાં મટાણા ગામ સિવાયના 24 જેટાલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...