કાર્યવાહી:દારૂ ભરીને આવતો કાર ચાલક પોલીસને જોઈ ભાગ્યો, 148 બોટલ કબજે

સુત્રાપાડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુત્રાપાડા પોલીસે આરોપીને પીછો કરી દબોચી લીધો, રૂપિયા એક લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુત્રાપાડા પીએસઆઈ હેરમાનાં માર્ગદર્શન હેઠળ એએસઆઈ માલદેભાઈ ભોળા, બનેસિંહભાઈ મોરી, જગદીશભાઈ ગોહિલ, સ્ટાફે બાતમીનાં આધારે પ્રાંચી નજીક સુત્રાપાડા યાર્ડની પાસે વોંચ ગોઠવી હતી અને એક કારને અટકાવી હતી. જો કે, ચાલક પ્રતિક રહે. જાખરવાડા પોલીસને જોઈ કાર પેટ્રોલ પંપ પર મુકી નાસી છૂટ્યો હતો.

જો કે, જગદીશભાઈ ગોહિલ, બનેસિંહ મોરી અને માલદેભાઈ ભોળાએ પીછો કરી પ્રતિકને દબોચી લીધો હતો. કારમાં તપાસ કરતા 148 બોટલ દારૂ અને 48 બિયરનાં ટીન મળી આવ્યા હતા. પોલીસે કાર સહિત રૂ.1,13,400નો મુદ્દામાલ કબજે કરી આ શખ્સની અટક કરી હતી. અને આ દારૂ કઈ જગ્યાએથી લઈ આવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તેમને લઈ પૂછપરછ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...