અકસ્માતનો ભય:પ્રશ્નાવડા ગામે બસ સ્ટેશન જર્જરિત, વહેલીતકે તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવે એવી માંગ ઉઠી

પ્રશ્નાવાડા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુત્રાપાડા પંથકનાં પ્રશ્નાવાડા ગામે આવેલ બસ સ્ટેશન જર્જરિત હાલતમાં હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. વહેલીતકે સમારકામ કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. આ અંગેની મળતી વિગત મુજબ પ્રશ્નાવાડા ગામે આવેલ બસ સ્ટેશન ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી ગમે તે સમયે અકસ્માત સર્જાય તેવી સ્થિતીમાં ઉભુ છે. ઠંડી અને વરસાદમાં પણ બસ સ્ટેશનની બહાર બેસી મુસાફરોને બસની રાહ જોવી પડી રહી છે. ત્યારે તંત્ર વહેલી તકે આ બસ સ્ટેશનનું સમારકામ કરી યોગ્ય કરે એવી લોકોમાંથી માંગ ઉઠવા પામીછે.

અન્ય સમાચારો પણ છે...