ગીર-સોમનાથ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારેસુત્રાપાડા તાલુકાનાં મોરાસા ગામે એએસપી જાટે દરોડો પાડી 1 કરોડ ઉપરની ચોરી પકડી હતી. જેના અંદાજિત એક મહિના બાદ સિમેન્ટ કંપનીના 15 અધિકારી વિરૂધ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય હતી. પરંતુ હજુ સુધી આરોપી પોલીસ પકડથી દુર રહ્યા છે. જેમાં માલીકીની અલગ-અલગ સર્વે નંબરોની જમીનોમાં મોટા પ્રમાણમા ખનીજની ચોરી કરી નજદીકની કંપનીમાં ટ્રકો દ્વારા ચોરી થતી હતી.
જેની બાતમી મળતા એ.એસ.પી.જાટે દરોડો પાડી 1 કરોડ ઉપરની ખનીજ ચોરી પકડી પાડી હતી. ત્યારબાદ ખાણખનીજના અધિકારીઓ દ્વારા અંદાજિત 1 મહિના બાદ ગત 27, જુલાઈના રોજ મોરાસા ગામની નજદીક આવેલ સિમેન્ટ કંપનીના અધિકારીઓ સહિત 15 સખ્સો સામે ખનીજ ચોરીનો ગુનો સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં નોધાવ્યો હતો. જેનો હજુ સુધી એક પણ આરોપીની અટક ન શું પોલીસ આરોપીઓને બચાવી રહી છે? અને જો પોલીસ આરોપીઓને બચાવી રહી નથી તો હજુ સુધી એક પણ આરોપીની અટક કેમ નથી કરી? એવી ચર્ચાઓ લોકમુખે ચર્ચાઇ રહી છે.
આરોપીની શોધખોળ ચાલુ છે
આરોપીઓઓના ઘરે તથા અન્ય અલગ-અલગ સ્થળો પર જઈ અમે શોઘખોળ આદરી છે. તમામ આરોપીઓ અત્યારે ફરાર છે. અને વહેલી તકે અમે તમામની અટક કરી લેશું. > એ.એમ.હેરમા, પીએસઆઇ, સુત્રાપાડા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.