તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સુત્રાપાડા એસબીઆઈ બેંકની કામગીરી લોલમલોલ, અરજદારોને ભારે હાલાકી

સુત્રાપાડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એટીએમ મશીનો રામભરોસે, બેંક મિત્ર ભાગ્યે જ કાર્યરત હોવાથી ધરમના ધક્કા

સુત્રાપાડા તાલુકામાં માત્ર એક જ એસબીઆઈ બેંકની બ્રાચ આવેલી છે. દરમ્યાન બેંક દ્વારા અરજદારોને સરખો જવાબ મળતો નથી કે પૈસા ઉપાડવા થી લઈને અન્ય કોઇપાણ કામગીરી ન થતાં ગ્રામજનો બેંકથી કંટાળી ગયા છે. સુત્રાપાડા ગામ તથા બંદર સાથે મળી 25,000ની વસ્તી ધરાવતું ગામ છે.

પરંતુ બેંકને અરજદારોની જાણે કઈ પળી ન હોય તેમ વરસાદ હોય કે તડકો કલાકો સુધી બેંક બહાર લાઇનોમાં ઉભા રહેવુ પડે છે. ત્રણ એટીએમ મશીનો માથી મોટા ભાગે બે બંધ હાલતમાં જોવા મળે છે. જેના કારણે ગ્રાહકોને નાના મોટી રકમ ઉપાડવા બેંક ખાતે ફરજીયાત જવું પડે છે. જ્યારે વારો આવે ત્યારે સ્ટાફ અને મેનેજર દ્વારા રૂ.15,000થી નીચેની રકમ ઉપાડવા નક્કી કરેલા બેંક મીત્ર ખાતે જવાનું કહેવામાં આવે છે. પરંતુ તે ભાગ્યે જ શરૂ હોય છે. જેથી લોકો બેંક અને સેન્ટરો વચ્ચે ધક્કા ખાવા મજબુર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...