તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ન્યાયની માંગ:સુત્રાપાડામાં પગાર ન મળ્યાની ફરિયાદ કરતા છુટો કરી દીધો

સુત્રાપાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેસબુક પર ફરિયાદ કરી 'તી, કોન્ટ્રાકટરે કામમાંથી કાઢી મુક્યો

સુત્રાપાડા ખાનગી કંપનીમાં કોન્ટ્રાકટર થ્રુ કામ કરી રહેલા એક કામદારે લોકડાઉન દરમિયાન પોતાને પગાર ન મળ્યાનું ફેસબુકના માધ્યમથી ફરિયાદ કરી હતી. જેના પરિણામરૂપે તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. જે બાબતે તેને ગીર-સોમનાથ જિલ્લા કલેકટરને લેખીત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે. સુત્રાપાડા ખાનગી કંપનીમાં કોન્ટ્રાકટર થ્રુ કામ કરી રહેલા કામદારે ફેસુબક પર એવી પોસ્ટ મુકી હતી કે, મારા પગારમાંથી 800 રૂપિયા કોન્ટ્રાકટરની ઓફિસે દેવા જાવા પડે છે. જો તેમ ન કરે તો નોકરીમાંથી કાઢી મુકે તેવી પોસ્ટ મુકતા તેની જાણ કોન્ટ્રાકટરને થતા તેમને કામમાંથી કાઢી મુક્યા હતાં. આ બાબતે તેમણે ન્યાય મળે તે માટે થઇને ભરતભાઇએ કલેકટરના દ્વાર ખખડાવી ન્યાયની માંગ કરી હતી. આમ, પગારને લઇ છુટા કરી દેવામાં આવતા તેઓએ ન્યાય માટે કલેકટરને લેખિત રજુઆત કરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો