વતન વાપસી:યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીએ કહ્યું, તિરંગો બતાવતા'તા એટલે અમારા પર હુમલો ન થયો

સુત્રાપાડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ 2 છાત્રો સહી સલામત વતન પહોંચ્યા,સોમનાથ મહાદેવના દર્શન કર્યા

રશિયાઅને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે.અને ગીર સોમનાથના 26 છાત્રો ફસાયા હતા જેમાંથી 10 થોડા દિવસ પહેલા સહીસલામત પરત ફર્યા હતા.

બાદ માં વધુ બે છાત્રો સૂરજ મહેતા અને સુત્રાપાડાના વિરાજ બામણીયા પરત ફર્યા હતા અને સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.અને દિલીપસિંહ મોરી,જેસિંગભાઈ બારડ, અનિલ ભાઈ જેઠવા,કાળાભાઈ બારડ, મેરૂભાઈ મેર,દશરથસિંહ સરવૈયા,મસરીભાઈ મેર,નરેશભાઈ કામળિયા,અરસીભાઈ બારડ, કૈલાસભાઈ,વજુભાઇ સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું વિરાજે કહ્યું હતું કે રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધમાં આકાશમાં ઉડતા ફાઇટર પ્લેન સામે ભારતીય તિરંગો બતાવતા તેઓ ​​​​​​​અમારા પર હુમલો ન હતા કરતા વિદેશી ધરતી પર તિરંગાના મહત્વનો અનુભવ થયો છે.જેથી જ અમે સહી સલામત પરત ફરી શક્યા છીએ.આ બંન્નેની સેનાના જવાનો,પોલીસ સ્ટાફ વિશેષ વ્યવસ્થા કરી આપતો હતો.

અન્ય સમાચારો પણ છે...