તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:સરકારી વકીલ હાજર ન રહ્યા, સિંહના 10 શિકારી જેલ હવાલે

સુત્રાપાડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 5 દિવસના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા

સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામની સીમમાં સિંહણે શિકારી પર હુમલો કરતાં આખી ગેંગ વનવિભાગના સકંજામાં આવી ગઇ છે. વનવિભાગે તેઓને રિમાન્ડ પર લીધા બાદ આજે રિમાન્ડની મુદ્દત પૂરી થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં તેઓને જેલ હવાલે કરાયા હતા.સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે શિકારીઓએ મૂકેલા ફાંસલામાં સિંહબાળ સપડાઇ ગયું હતું. એવામાં સિંહણે મુખ્ય આરોપી હબીબ શમશેર પરમારને ઇજા કરતાં આખું કાવત્રું છત્તું થયું. બાદમાં વનવિભાગે પોલીસની મદદ લઇને જુદા જુદા સ્થળોએથી કુલ 38 લોકોને પકડ્યા હતા.

એ પૈકી 9 ને સુત્રાપાડા કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે 5 દિવસના રિમાન્ડ પર સોંપ્યા હતા. બીજા દિવસે મુખ્ય આરોપીને રજૂ કરાયો હતો. તમામની પુછપરછ દરમ્યાન પોરબંદર જિલ્લામાંથી પણ એક શખ્સને વનવિભાગે ઉઠાવી લીધો હતો. દરમ્યાન આજે દસેયના રિમાન્ડ પૂરા થતાં સુત્રાપાડા કોર્ટમાં રજૂ કરાયા હતા. જોકે, સરકારી વકીલ હાજર ન હોઇ કોર્ટે તમામને જ્યુડીશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કર્યા છે. હાલ તમામને જૂનાગઢ જેલમાં મોકલી અપાયા છે.

38 આરોપીઓ પૈકીના બાળકો, સગીર, વૃદ્ધા કેસમાંથી બાકાત
વનવિભાગે પકડી પાડેલા 38 શિકારી પરિવાર પૈકી જેઓ બાળકો, સગીર અને વૃદ્ધા હતી તેઓને કેસમાંથી બાકાત કરી છે. સુત્રોના કહેવા મુજબ, આ લોકો આરોપીઓના કુટુંબીઓ છે. પણ તેઓ ગુનાની પ્રવૃત્તિમાં સામેલ ન હોઇ તેઓને બાકાત રખાયા છે.

જોષીપુરામાં આવી ચઢેલો સિંહ જંગલમાં પરત
ગઇકાલે વ્હેલી પરોઢે જોષીપુરામાં આવી ચઢેલો સિંહ સીસી ટિવી કેમેરામાં કેદ થયા બાદ આ વાત આખો દિવસ ટોક ઓફ ધી ટાઉન બની હતી. વનવિભાગે રેલ્વે યાર્ડ સહિતના વિસ્તારોમાં તપાસ કરી હતી. પણ તે ત્યાંથી નિકળી ગયો હતો. જોકે, મોડી રાત્રે તે મજેવડી ગેઇટ નજીકના વિસ્તારમાં હોવાની આશંકાને પગલે વનવિભાગે છેક મેડીકલ કોલેજની પાછળ જમાલવાડી અને ખાપરા કોડિયાની ગુફા આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો