માછીમારોની હાલત કફોડી:સુત્રાપાડાના બંદરોએ નાની-મોટી બોટોના ઢગલા

સુત્રાપાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુત્રાપાડા, હીરાકોટ, ધામળેજ અને મૂળ દ્વારકા સહિતના માછીમારોની હાલત કફોડી બની

સુત્રાપાડા તાલુકાના સુત્રાપાડા બંદર, હીરાકોટ, ધામળેજ, મૂળ દ્વારકા સહિતના બંદરના માછીમારોની હાલત કફોડી જોવા મળી રહી છે. તમામ બંદરોના માછીમારોએ પોતાનો વ્યવસાય બંધ કરી દેતાં બંદર ઉપર નાની-મોટી બોટોના ઢગલા જોવા મળી રહ્યા છે.

આજે સમગ્ર દરિયાઈ પટ્ટીના નાના મોટા માછીમારો બેરોજગાર થઈ જવાની તૈયારીમાં છે. કારણકે તેઓને ફિશીંગ દરમિયાન મળેલી માછલીની પૂરી કિમત મળતી નથી.ગયા વર્ષના ભાવની સરખામણીમાં આજના ભાવ 50 ટકાથી પણ ઓછા છે. વળી રકમ પણ 3 થી 4 મહિના પછી મળે છે. જ્યારે માછીમારને પોતાનો ધંધો ચાલુ રાખવા રોજેરોજ રૂપિયાની જરૂરિયાત રહે છે. તેમણે પોતાની ફિશીંગ બોટો ચાલુ રાખવા ડીઝલ, રાશન, પેટ્રોલ, બરફ, દૈનિક વેતન જેવી જરૂરિયાતના રૂપિયા રોજ ચૂકવવા પડે છે. આની રજૂઆતમાલ ખરીદનાર કંપનીઓને કરતાં તેનો જવાબ એવો મળે છે કે અમારો માલ પૂરતા પ્રમાણમાં ફોરેનમાં એક્સ્પોર્ટ થતો નથી. અમને પણ ટાઈમે રૂપિયા મળતા નથી પરિણામે આવી પરિસ્થિતી છે.

આ સ્થિતી લાંબો સમય ચાલુ રહેશે તો આ ઉદ્યોગ સંપૂર્ણપણે ભાંગી પડશે. જેની અડધી અસર તો અત્યારથીજ જોવા મળી રહી છે. આ બાબતને લઈ અખિલ ગુજરાત માછીમાર એસોસીએશનના ઉપપ્રમુખ દિલીપભાઇ આંજણી, સુત્રાપાડા માછીમાર એસોસિએશનના પ્રમુખ કાનજીભાઇ સિકોતરિયા, સુત્રાપાડા બંદર સહકારી મંડળીના પ્રમુખ જેન્તિભાઈ સિકોતરિયા, પૂર્વ સરપંચ જેઠા બાપાએ સરકારને રજૂઆત કરી છે કે, આ બાબતમાં જરૂરી ધ્યાન આપી આ ઉદ્યોગોને બચાવી લે.

અન્ય સમાચારો પણ છે...