તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની ત્રીજી લહેરની તૈયારી:સુત્રાપાડા આરોગ્ય કેન્દ્રમાં 25 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ખુલ્લો મૂકાયો

સુત્રાપાડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની ત્રીજી લહેર સામે સામુહિક આરોગ્ય કેન્દ્રએ તૈયારી દર્શાવી

સુત્રાપાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સીજન પ્લાટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ધારાસભ્યાની ગ્રાન્ટ માંથી રૂ.25 લાખ ફાળવી પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સુત્રાપાડાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 1.25 લાખ લીટર કેપિસિટિ ધરાવતા ઓક્સિજન પ્લાટ તૈયાર કરવામાં આવ્યો છે.

ઓક્સિજન પ્લાન્ટ માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી માંથી રૂ. 25 લાખ ફાળવ્યા હતા. જેને તાજેતરમાં ભગવાનભાઈ બારડના દ્વારા પૂજા અર્ચના કરી રીબીન કાપી ખુલ્લો મુકાવામાં આવ્યો હતો. કોરોનાની ત્રીજી લહેર સામે પહેલાથી જ તૈયારી બતાવતું સુત્રાપાડા આરોગ્ય કેન્દ્ર. આ તકે સુત્રાપાડાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઇ જાદવ, રામભાઇ જાદવ, ભાઇભોળા તેમજ અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...