સુત્રાપાડા તાલુકાનાં પ્રાચી પાસે આવેલ મોહબતપરા ગામે ગીર-સોમનાથ એલસીબીએ બાતમીના આધારે રેડ કરી હતી. જેમાં રોકડ, મોબાઈલ સહિત કુલ રૂ.49,270નો મુદ્દામાલ ઝપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ જીલ્લા એલસીબી બ્રાન્ચના શૈલેષભાઈ ડોડીયા, પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા અને ઉદયભાઈ સોલંકી વગેરે સ્ટાફ પ્રાચી બાજુ પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન મોહબતપરા ગામે બાતમીના આધારે રેડ કરી હતી. પોલીસે રમેશ લાખાભાઇ કામળીયા,રણજીત બોઘાભાઈ મેર, પ્રફુલ ઉકાભાઈ બાંભણીયા, જસવંત ભીખાભાઇ કામળીયા, કરણા ઉકાભાઈ ભરડા, અરવિંદ લાખાભાઇ કામળીયા, રજાક ઈસ્માઈલભાઈ પઠાન, દિલિપ વરજાંગભાઈ બાંભણીયા, હુશેન કાળુભાઇ શામદાર-ફકીર, જહરુદીનશા બહાઉદ્દીનશા કનોજીયા જુગારીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી સુત્રાપાડા પોલીસને સોપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.