વેરાવળ:પ્રાંસલી યાર્ડમાં જણસની આવક, કાળા તલની રૂ. 2600ની બોલી

સુત્રાપાડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉન વચ્ચે રાહત
  • પોષણક્ષમ ભાવ મળતાં ધરતીપુત્રોમાં ખુશી

સુત્રાપાડા - પ્રાંસલી માર્કેટીંગ યાર્ડમાં વિવિધ જણસની આવક જોવા મળી રહી છે. અને પોષણક્ષમ ભાવ મળતાં ખેડુતોને રાહત પ્રસરી છે. સુત્રાપાડા પંથકમાં આ વર્ષે ઉનાળુ પાકનું વાવેતર વધુ પ્રમાણમાં થયું હતું.  જે પાક તૈયાર થતાની સાથે સુત્રાપાડા - પ્રાંસલી માર્કેટીંગ યાર્ડમાં વેંચાણ અર્થે આવી રહ્યો છે. હાલ બાજરી, ચણાં,  અળદ, મગ, ચોળી, તલ સહિતની જણસની આવક જોવા મળી રહી છે.  અને સૌથી વધુ કાળા તલનાં 20 કિ.ગ્રા.નાં 2 હજારથી 2600 રૂપિયા ભાવ હોવાનું જાણવા મળે છે. જયારે મગફળી 950 થી 1100, અળદ 1225 -1300,  મગ 1200 - 1500, ચણાં 700-760, તલ સફેદ 1450 થી 1600નાં ભાવે વેંચાયા હોવાનું ચેરમેન દિલીપભાઇ બારડે જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...