આવક:સુત્રાપાડાના પ્રાંસલી યાર્ડમાં મગફળી, સોયાબીન તથા અન્ય જણસીની આવક

સુત્રાપાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મગફળીના 1140 તથા સોયાબીનના 1000 રૂપિયા ભાવ બોલાયો

સુત્રાપાડા તાલુકાનાં પ્રાંસલી માર્કેટીંગ યાર્ડમાં મગફલી, સોયાબીન તેમજ અન્ય જણસીની આવરોમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે ખેડૂતોને મગફલીના રૂ.1140 અને સોયાબીનના રૂ.1000 જેવો ભાવ મળ્યો હતો. ચાલું સીઝનમાં મગફળી, સોયાબીન તેમજ અન્ય જણસીઓની આવકો થતાં આગામી દિવસોમાં પણ વધુમાં વધુ આવક થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

દિવસેને દિવસે યાર્ડમાં જણસીઓની આવકમાં વધારો થતાં ખેડૂતો પોતાનાં ખેત ઉત્પાદનો માલ ખુલ્લી હરાજીથી ખરા તોલ માપથી વેચાણ કરતાં જોવા મળ્યા હતા. તેમજ વ્યાજબી ભાવ અને રોકડા નાણા મળી રહેતા હોવાથી યાર્ડમાં વધુને વધુ માલ વેચાણ અર્થે આવે તેવી ચેરમેન દિલીપભાઈ જસાભાઈ બારડે ઈચ્છા વ્યક્ત કરી હતી.

પ્રાસંલી યાર્ડમાં જણસીના ભાવ
પ્રાસંલી યાર્ડમાં એક મણ જણસીઓના ભાવમાં મગફળી રૂ.961 થી રૂ.1140, સોયાબીન રૂ.940 થી રૂ.1000, બાજરી રૂ.325 થી રૂ.370, ઘઉં રૂ.351 થી રૂ.395, તલ(કાળા) રૂ.1640 થી રૂ.2580, તલ (સફેદ) રૂ.1410 થી રૂ.2095, ચણા રૂ.935 થી રૂ.1001, રાઇ રૂ.850 થી રૂ.1000 સુધી ખેડૂતોને મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...