તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેન્કર દ્વારા પીવાના પાણીનું વિતરણ:સુત્રાપાડાના ગામોમાં સંપ અને પંપને મંજુરી મળતા પાણીની સમસ્યા ટળી

ધામળેજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામડાઓમાં ટેન્કર દ્વારા પીવાના પાણીનું વિતરણ શરૂ કરાયું

સુત્રાપાડા તાલુકાના છેવાડાના ગામોમાં ઉનાળામાં પાણીની તાતી જરૂરીયાત ઉભી થાઈ છે. જેથી સ્થાનિકો દ્વારા તાલુકા પંચાયતને રજૂઆત કરાઈ હતી. જે બાબતે સંપ અને પંપ હાઉસને સૈધાન્તિક મજુરી મળી જતાં લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો છે.

જેમાં મટાણા, રાખેજ, કણજોતર, ધામળેજ સહિતના ગામડાઓમાં પ્રાથમિક જરૂરીયાત એવા પિવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. ઉનાળો આવતાની સાથે પાણીની સમસ્યા ઉભી થાઈ છે. જેથી આ બાબતે તાલુકા પંચાયત સભ્ય અશ્વિન પરમાર દ્વારા લેખીત રજૂઆત કરાઈ હતી. જીલ્લા પ્રમુખ દ્વારા પાણી પુરવઠા મંત્રીને કરાઈ હતી. જેથી પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપ અને પંપ હાઉસની સૈદ્ધાંતીક મંજુરી આપવામાં આવી છે. આમ આ પંથકના ગામોને પાણીના ટેન્કર દ્વારા પીવાનું પાણી આપવાનું શરૂ કરવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...