તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોને ધક્કા:સુત્રાપાડાના છેવાડાના ગામોમાં જાતિનો દાખલો કઢાવવામાં ધક્કા

ધામળેજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્વરડાઉન હોવાથી દાખલો નહી નિકળે : ઓપરેટર

સુત્રાપાડા તાલુકાના છેવાડાના ગામોની ગ્રામ પંચાયતમાં ઓનલાઈન કામગીરી થતી નથી. ઈન્ટનેટના ધાંધીયા કા તો સર્વરડાઉન હોય પરિણામે લોકોને પોતાનું કામકાજ છોડી ધક્કા ખાવા પડે છે. આજકાલ સરકાર ઓનલાઈન કામગીરી તરફ આગળ વધી રહ્યું છે.

જેથી સરકારી મોટાભાગની કામગીરી ઓનલાઈન થવા લાગી છે. દરમ્યાન રાખેજ, મટાણા, ભુવાટીંબી સહિતના ગામોમાં બાળકો માટે જાતિની દાખલા માટે ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. પોતાની રોજીરોટી છોડી બાળકો માટે ક્રિમીલેયર અને જાતિના પ્રમાણપત્ર કઢાવવા માટે આખો દિવસ 7 નંબરની બારી પાસે ઉભા રહે છે.

ત્યારે ઓપરેટરો દ્વારા અસભ્ય અને તોછડું વર્તન કરાતું હોવાની બૂમ ઉઠી છે. અમુક કિસ્સાઓમાં ઇરાદાપૂર્વક ગરીબ લોકોને આખો દિવસ બેસાડી રાખી સર્વરડાઉન, ટીડીઓ હાજર નથી એવા જવાબો આપી લોકોને ધક્કા ખવડાવે છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...