તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુગાર:સુત્રાપાડા શહેરમાં ભરબજારે ધમધમે છે જુગારની હાટડી

સુત્રાપાડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કંડલા સોસાયટી, બસ સ્ટેન્ડ મેઇન રોડ પર રમાડાતો ઓનલાઇન જુગાર

સુત્રાપાડામાં ખુલ્લેઆમ ઓનલાઇન જુગાર રમાડાઈ રહ્યો છે. સુત્રાપાડા શહેરની કંડલા સોસાયટી અને બસ સ્ટેન્ડ મેઇન રોડ ઉપર કોમ્પ્યુટરરાઈઝ જુગારની હાટડી ધમધમી રહી છે.

સુત્રાપાડામાં કંડલા સોસાયટી અને બસસ્ટેન્ડ મેઇન રોડ ઉપર બેરોકટોક કોમ્પ્યુટરાઈઝ જુગાર રમાડાય છે. આ લોકો પાસે કોઈ જાતની પરમીશન નથી. હકીકતમાં અહીં રમાડાય છે એ યાંત્રિક જુગારમાં રોકાણ ચેક-ઓનલાઇન રકમ ટ્રાન્સફર કરી રમાડવાનો હોય છે. તેને બદલે અહીં રોકડ રકમથી રમાડાય છે. આવા ઓનલાઇન જુગાર રમાડતી જગ્યાએ જાહેરમાં તથા સીસી ટીવી કેમેરા રાખવાના હોય છે. એ અહીં નથી રખાયા. પરિણામે મોટા પ્રમાણમાં કાળા નાણાંની હેરફેર થઈ શકે છે. આવા જુગારધામોમાં યુવાનોજ સૌથી વધુ ગેરમાર્ગે દોરાય છે. આ દૂષણ ભવિષ્યમાં સુત્રાપાડામાં મોટીહાની ઊભી કરે એવી દહેશત પણ છે. આથી વહેલી તકે સુત્રાપાડા તેમજ આજુબાજુના ગામોમાં ચાલતા આવા જુગારધામો બંધ કરાવવા લોકોમાંથી માંગ ઉઠી છે. પોલીસ દ્વારા અહીં આકસ્મિક રેડ કરી અને ઓનલાઇન જુગારધામનું રેકર્ડ તપાસાય તો તમામ હકીકત બહાર આવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો