તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં ભય:સુત્રાપાડા ગામના બરડાદેવ વિસ્તારમાં દીપડાનું જોર વધ્યું, દિપડાને પકડવા વન વિભાગે પાંજરૂ ગોઠવ્યું

સુત્રાપાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુત્રાપાડા બરડાદેવ વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી 2 દીપડાના વાડી વિસ્તારમાં આંટાફેરા. રાત્રીના સમયે વાડી વિસ્તારમાં જોવા મળતા હોવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સુત્રાપાડા બરડાદેવ બાજુ જતા મુખ્ય રસ્તે જોવા મળતાં વન વિભાગને જાણ કરાઇ હતી. આથી વનવિભાગે બંને દીપડાને પકડવા પાંજરું મૂક્યું છે. જોકે, દીપડો પાંજરે પુરાયો નથી. ગઇકાલે રાત્રે કોઈ અજાણ્યા વાહન ચાલક પર દીપડાએ હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આથી આસપાસના વિસ્તારના લોકો ચિંતામાં મૂકાયા છે. નરેશભાઈ નાથુભાઈ કામળિયાની વાડીમાં કાલે રાત્રે દીપડો દેખાયો હતો. અને ભારે મહેનત બાદ પણ પાંજરે પુરાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...