તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીની અછત:સુત્રાપાડામાં વેક્સિનના માત્ર 100 ડોઝ આવતા લોકોએ કરી પડાપડી

સુત્રાપાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગે પોલીસને જાણ કરતા લોકોને સમજાવી મામલો થાળે પાળ્યો

સુત્રાપાડામાં હાલ કોરોનાની મહામારીમાં લોકો કોરોના ટેસ્ટિંગ અને વેક્સિનેશન માટે આરોગ્ય સેન્ટર ઉપર ઘક્કા ખાય રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણા દિવસો થી કોરોના ટેસ્ટિંગ કીટ અને કોરોના વેક્સિન હાજર ન હતી. સુત્રાપાડા શહેરની વસ્તી આશરે 21 હજારની આસપાસ છે. જ્યારે માત્ર 100 વેક્સિન આવતા લોકોએ વેક્સિનેસન સેન્ટર ઉપર હલ્લાબોલ સાથે પડાપડી કરી સોશ્યિલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યાં હતા.

જેથી આરોગ્ય વિભાગ દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી લોકોને સમજાવી શાંતિ પૂર્વક વેક્સિનેશન કાર્ય પૂર્ણ કરાવ્યું હતું. માત્ર 100 જ વેક્સિનના ડોઝ આવતા બાકી રહેલા લોકને ક્યારે વેક્સિન આપવામાં આવશે તે એક સવાલ પેદા થયો છે. આ બાબત સુત્રાપાડા તાલુકા આરોગ્ય અધિકારી ચૌહાણભાઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ કે ઉપર થી જ વેક્સિન નથી આવતી.

અન્ય સમાચારો પણ છે...