તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:ગોરખમઢીમાં તસ્‍કરોએ મકાનને નિશાન બનાવી રૂ.1.92 લાખની રોકડની ચોરી કરી

સુત્રાપાડા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કાતીલ ઠંડી પડી રહી હોવાથી રાત્રીથી લઇ વહેલીસવાર સુઘી લોકો ઘરમાં પુરાય રહે છે

સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામે એક રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂ.1.92 લાખની ચોરી કરેલ હોવાની મકાન માલીકે ફરીયાદ નોંઘાવતા પોલીસે તપાસ હાથ ઘરી છે.

શિયાળાની સીઝનમાં જ સોમનાથ પંથકમાં કાતીલ ઠંડી પડી રહી હોવાથી રાત્રીથી લઇ વહેલીસવાર સુઘી લોકો ઘરમાં પુરાય રહે છે. આવા સમયનો લાભ લેવા તસ્‍કરો સક્રીય બન્‍યા હોવાની સાબિતી આપતી ઘટના ગોરખમઢી ગામે બનેલ છે. જેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોરખમઢી ગામે નવાપરા વિસ્તારમાં રહેતી દુધીબેન અજયભાઇ પરમાર તેના ત્રણ સંતાનો સાથે ગઇકાલે તા.25 ની રાત્રીના ઘરે સુતા હતા. ત્યારે રાત્રી દરમ્યાન કોઇ અજાણ્‍યા તસ્કરોએ રસોડાની બારી વાટે ઘરમાં પ્રવેશ કરી રૂમમા રહેલા કબાટમાંથી રોકડા રૂ.1.92 લાખ ચોરી કરી લઇ ગયેલ હતા. સવારે દુઘીબહેન ઉઠેલ ત્‍યારે કબાટ ખુલ્‍લો જોતા તપાસ કરી અંદર રહેલ રોકડની ચોરી થયાનું જણાવતા પોલીસને જાણ કરી ફરીયાદ નોંધાવી હતી. ચોરાયેલ રોકડ રકમમાં રૂ.1.12 હજાર ત્રણેય સંતાનોના નામે પોસ્‍ટમાં મુકેલ જે ઉપાડેલ અને બાકીના રૂ.80 હજાર જેવી ઘરમાં બચત કરી કબાટમાં બંન્‍ને રકમ સાથે રાખેલ જે ચોરી થયેલ હોવાનું ફરીયાદમાં જણાવેલ છે. આ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસે તપાસ હાથ ઘરી છે.

અન્ય સમાચારો પણ છે...