તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંતરરાષ્ટ્રિય વ્હેલ શાર્ક દિવસ:ગુજરાતના દરિયામાં વ્હેલ શાર્કની વસ્તી વધી, 17 વર્ષમાં એકલા ગુજરાતના દરિયામાંજ 823 વ્હેલનું રેસ્ક્યુ

સુત્રાપાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુત્રાપાડા બંદર ખાતે આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસ અંતર્ગત ઉજવણી

વિશ્વનું સૌથી મોટું પ્રાણી એટલે વ્હેલ માછલી. આખી દુનિયામાં તેની વસ્તી સતત ઘટતી જાય છે. આથી તેને બચાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. પણ સૌથી વધુ ફળદાયી પ્રયાસો ગુજરાતના દરિયામાં કરાયા છે. આથી ગુજરાતના દરિયામાં છેલ્લા 17 વર્ષમાં વ્હેલ શાર્કની વસ્તી વધી છે.દુનિયા આખીના દરિયામાં પ્રવાસ કરતી વ્હેલ શાર્કના સંરક્ષણ અને સંવર્ધન માટે દર વર્ષે 30 ઓગસ્ટના દિવસે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રિય વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરાય છે.

જેના ભાગરૂપે તા. 24 થી 28 ઓગસ્ટ દરમ્યાન જુદા-જુદા સ્થળો પર સાગરખેડુ સમાજના લોકો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાય છે. જેમાં સુત્રાપાડા બંદર ખાતે વ્હેલ શાર્કના રેતિચિત્ર બનાવવામાં આવ્યું હતું.દરમ્યાન ગુજરાતના દરિયામાં વ્હેલ શાર્કના અસ્તિત્વ અંગે વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના ગુજરાત વ્હેલ શાર્ક સંવર્ધન યોજનાના પ્રોજેક્ટ ઇન્ચાર્જ ફારૂખખા બ્લોચે જણાવ્યું હતું કે, ભારતના વન્ય પ્રાણી અધિનિયમ 1972 અંતર્ગત મે 2001 માં વ્હેલ શાર્કનો શેડ્યુલ-1 ના પ્રાણી તરીકે સમાવેશ કરાયો છે.

2004 થી લઇ 2021 સુધીમાં રેસ્ક્યુ ઓપરેશનો હાથ ધરી ફિશીંગ નેટમાં ફસાયેલી કુલ 823 વ્હેલ શાર્કને બચાવી લેવાઇ છે. નાના પીલાણા ધરાવતા માછીમારો નેટના ભોગે પણ આ અભિયાનમાં સાથ આપતા હોવાથી આખાી દુનિયામાં એકમાત્ર ગુજરાતના દરિયામાં વ્હેલ શાર્કની વસ્તીવધી છે. આ પ્રોજેક્ટમાં ગુજરાત વનવિભાગ, વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને ખાનગી કંપની પણ સહભાગી બન્યા છે. આગામી 30 ઓગષ્ટના રોજ આ અંગે એક વેબિનાર પણ યોજાશે.

અહીંથી છેક આફ્રિકા-માલદીવ સુધી ફરે
ફારૂખખા બ્લોચના કહેવા મુજબ, અમે વ્હેલ શાર્કનું ટેગીંગ કર્યું છે. જેમાં તે આફ્રિકા, માલદીવ સુધી જતી હોય છે.

બોટ કરતાં તો વ્હેલ મોટી હોય છે !
વ્હેલ શાર્ક મોટાભાગે પીલાણા જેનો ઉપયોગ કરે છે એ માહુલ નેટમાં જ ફસાય છે. જે 30 થી 35 મીટર લાંબી અને 10 મીટર પહોળી હોય છે. તેની સામે ખુદ વ્હેલ માછલી 35 થી લઇ 45 ફૂટ લાંબી એટલેકે, પીલાણા બોટથીયે લાંબી હોય છે. જાળમાં ફસાઇ હોવા છતાં તેની તાકાત પણ એવી હોય કે, તેને બચાવનારનો જીવ પણ જોખમમાં આવી પડે. પણ માછીમારો પોતાની કોઠાસૂઝથી તેને જાળમાંથી મુક્ત કરે છે. જોકે, વ્હેલ માછલી પણ એટલું બધું સાલસ જળચર છેકે, તે પીલાણાની આસપાસજ રમતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...