નુકસાન:સુત્રાપાડામાં ભારે વરસાદથી આગોતરા વાવેતર નિષ્ફળ

સુત્રાપાડા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધુ પડતાં તેમજ મોડા વરસાદથી મગફળીનાં પાકમાં નુકસાન

સુત્રાપાડા તાલુકામાં ખેડૂતોએ વાવેલ આગોતરા મગફળીના વાવેતરમાં અતિભારે વરસાદને કારણે નુકશાન થયું છે. ગયા વર્ષે સમગ્ર ગીર-સોમનાથ જીલ્લામાં સારા પ્રમાણમાં વરસાદ થતો હતો. ગીર-સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકામાં કુવાના તળમાં પાણી હોવાથી ખેડૂતોએ મગફળીનું આ વર્ષે આગોતરૂ વાવેતર કર્યં હતું. આગોતરા વાવેતરથી ખેડૂતોને મગફળી વહેલી પાકે અને સારા ભાવ મળે અને વરસાદ ખેંચાઈ તો પાણીની જરૂરિયાત ઊભીના થાય તે માટે કર્યું હતું.

પરંતુ સમગ્ર ગીર-સોમનાથ જીલ્લામાં વરસાદ પાસ્તરો થતાં ખેડુતોએ કરેલા આગોતરા વાવાતેર સંપુર્ણ ફેઈલ ગયા છે. ખેડૂત બાબુભાઇ જાદવના જણાવ્યા અનુસાર ભારે નુકશાના પગલે સરકારે યોગ્ય પગલાં લઈ સર્વે કરી સહાય કરવામાં આવે અને પાક વિમાની યોજના જે બંધ કરવામાં આવી તે ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. ઉપરાંત વર્ષ 2019/20 પાક ધિરાણના બાકી નાણા સરકાર દ્વારા આપવામાં આવે તેવી સર્વે તાલુકાનાં ખેડૂતોની માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...