આવેદનપત્ર:સુત્રાપાડામાં નવી પેન્શન યોજના બંધ કરી જૂની અમલમાં મૂકવા માંગણી

સુત્રાપાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુત્રાપાડા, તાલાલા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રજૂઆત

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા તમામ કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના બંધ કરી જુની શરૂ કરવાની માંગ બુલંદ બની છે. ત્યારે જ તાલાલા અને સુત્રાપાડાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને કર્મીઓ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. તેમજ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને પેન્શન બંધારણ અધિકાર દિવસ તરીકે ઉજવવાની પણ માંગ કરી હતી.

આ તકે સુત્રાપાડા, તાલાલા પ્રાથમિક શિક્ષક સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, તાલુકા તલાટી કમ મંત્રી મંડળ, રેવન્યુ તલાટી મંત્રી મંડળ, આરોગ્ય સંઘ, તાલુકા પંચાયતના કર્મચારીઓ, સહિતના હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...