તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સુંદરપરા ફાટક પાસે 1 નું ઠંડીથી ઠુઠવાઈ જતા મોત

સુત્રાપાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા વ્યક્તિની લાશને વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી
  • વાલી, વારસની ભાળ મેળવવા તજવીજ

સુત્રાપાડા તાલુકાનાં સુંદરપરા ગામના ફાટક પાસે વેરાવળ કોડીનાર હાઇવે રોડ ઉપર એક અજાણ્યા પુરુષ મૃત હાલતમાં મળી આવેલ હતો. જેની જાણ સુત્રાપાડા પોલીસને કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પર પહોંચી હતી. અને લાશનો કબ્જો લઈ પોસ્ટ મોટમ માટે સુત્રાપાડાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

પ્રાથમિક માહિતી મુજબ વ્યક્તિને ઠંડી લાગવાને કારણે મૃત્યું પામ્યા હોય તેવું જાણવા મળેલ હતું. પરંતું આ અજાણ્યા પુરુષની બોડીની ઓળખ થયેલ નથી. ત્યારે હાલ મરણ જનાર વ્યક્તિની લાશને વેરાવળ સરકારી દવાખાનાના કોલ્ડ રૂમ ખાતે રાખવામાં આવેલ છે. પરંતું મૃત્યું પામનાર વ્યક્તિની કોઈ ભાળ મળી ન હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો