તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:ગોરખમઢી ગામમાં વૃક્ષો કાપી સરકારી જમીન ઉપર દબાણ

સુત્રાપાડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારને આવેદન આપી રજુઆત કરાઇ

સુત્રાપાડા તાલુકાનાં ગોરખમઢી ગામની નજીક આવેલ ખોડિયાલ માતાજીના મંદિર અને સરકારી આઇ.ટી.આઇ ની આજુબાજુના વિસ્તારમાં રોડની બન્ને બાજુ આવેલી ગૌચરની જમીન ઉપર ગોરખમઢી ગામના કેટલાક લોકો દ્વારા છેલ્લા 2 વર્ષમાં જમીન માં રહેલ વૃક્ષો કાપી આ સરકારી જમીન ઉપર અનઅધિકૃત કબ્જો કરી લીધો છે.

આ અંગે સુત્રાપાડા મામલતદાર કચેરીમાં ગૌતમ પી. વાળાએ આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે,ગોરખમઢી ગામ નજદીક આવેલ ખોડિયાલ મંદિર અને સરકારી આઇ.ટી.આઇ. ની આજુબાજુના વિસ્તારમાં રોડની બન્ને બાજુ એ ઘણી સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. અંગત વ્યવસાય માટે રાસાયણીક ખતરનું ગોડાઉન બનાવવામાં આવી રહ્યું છે.જેનું કામ પુર્ણ થવા આવ્યું છે. અનેક વખત રજુઆત છતા કોઇ કાર્યવાહી થઇ નથી. વહેલી તકે દબાણ દુર કરવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...