તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ

સુત્રાપાડા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ સેન્ટરમાં પોઝિટીવ દર્દીની વિનામૂલ્યે સારવાર કરાશેે

સમસ્ત મોરાસા ગામ તથા સમસ્ત ગરાસિયા રાજપૂત સમાજના યુવાનો દ્વારા તથા ગીર સોમનાથ જીલ્લા ગરાસિયા રાજપૂત સમાજના પ્રમુખ દ્વારા કોવીડ સેન્ટરને ખુલ્લું મુકાયું હતું. ગીર-સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે કોવિડ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મોરાસા ગામમાં વિનામૂલ્યે સારવાર મળી રહે તે હેતુસર આ કોવિડ-19 કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓને વિનામૂલ્યે ઓક્સિજન, દવાઓ, આયુર્વેદિક ઉકાળો,ચા,નાસ્તો,ફ્રુટ,નારિયેળ પાણી વગેરેની સુવિધા આપવામાં આવશે. જેમાં ડોક્ટર ભગીરથ રાઠોડ,કિર્તીસિંહ રાઠોડ અને અનિલભાઈ વાજા પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

આ કોવિડ સેન્ટરની તમામ વ્યવસ્થા ગામના માજી સરપંચ અને ગીર સોમનાથ જિલ્લાના ગરાસિયા રાજપૂત સમાજના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો