તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:200 લોકોના સામાજિક બહિષ્કાર સામે 21 આગેવાનો સામે ફરિયાદ

સુત્રાપાડા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુત્રાપાડાના હિરાકોટ બંદરે સમાજના આગેવાનોએ ખોટો આક્ષેપ કર્યાની રજૂઆત

સુત્રાપાડા તાલુકાના નાના એવા હિરાકોટ બંદરના 200 પરિવારજનોનો તેમના પટેલ દ્વારા સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી. ત્યારે લોકશાહીની રીતે કોણ વ્યક્તિ કોને મત આપશે તેમાં સ્વતંત્ર હોય છે. પરંતુ આ લોકો પોતાની જ્ઞાતી સમાજ એક ખાપ પંચાયત ચલાવતી હોય તેમ સમાજના આગેવાનો દ્વારા પરિવાર ઉપર ખોટો આક્ષેપ મૂકી અને સામાજીક બહિષ્કાર કરવામાં આવ્યો છે.

હિરાકોટ બંદર વિસ્તારમાં સમાજના પટેલ તેમજ આગેવાનો દ્વારા નિર્ણય લેવામાં આવે છે. અને દંડ પણ વસૂલવામાં આવે છે. પરંતુ આ પરિવારના 200 લોકોએ સમાજ વિરોધી કોઈપણ કામ કર્યું નથી. છતા પણ બહિષ્કાર કરાયા છે. આ અંગે જ્ઞાાતિની એક વિધવા બહેને 21 આગેવાનો સામે કાર્યવાહી કરવા મરીન પોલીસને ફરીયાદ આપી છે. સાથે સરકારને વિનંતી કરી છે કે, સમાજ દ્વારા ચલાવાતી ખાપ પંચાયત બંધ કરી યોગ્ય ન્યાય મળે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો