ઉગ્ર રજુઆત:સુત્રાપાડામાં કેમિકલ યુક્ત પાણી દરિયામાં, જીવ સૃષ્ટિ જોખમમાં

સુત્રાપાડા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યવાહી કરવા કરણી સેનાની મામલતદારને ઉગ્ર રજુઆત

સુત્રાપાડા નજીક આવેલ કંપની દ્વારા દુષિત પાણી દરિયામાં ઠાલવાતું હોય. જેથી દરિયાઈ જીવ સુષ્ટિ પર જોખમ તોળાઈ રહ્યું છે. કાર્યવાહી કરવાની માંગ સાથે રાજપુત કરણી સેના દ્વારા મામલતદારને ઉગ્ર રજુઆત કરાઈ છે. સુત્રાપાડા પાસે આવેલી જી.એસ.ચી.એલ નામની સોડા.એસ.કંપની દ્વારા સુત્રાપાડાના દરિયા કાંઠા વિસ્તારમાં દુષીત પાણી ઠાલવવામાં આવે છે. જેના કારણે આજુબાજુના દરિયાઈ કિનારે દૂર-દૂર સુધી માછલીઓ જોવા મળતી નથી. ઉપરાંત વેલ, સાર્ક, દરિયાઈ કાચબા અને ડોલફિન્સના જીવ પર જોખમ તોળાઇ રહ્યુ છે.

બીજી તરફ માછીમારી કરતાં માછીમારોના જીવને પણ જોખમ છે. અને તેમની રોજગારી પર માઠી અસર પડી રહી છે. ત્યારે સવાલ એ થાઇ કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આવી કંપનીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાને બદલે આંખ આડા કાન કેમ કરી રહ્યું છે? આ કેમિકલ યુક્ત પાણી દરિયા કિનારે છોડવામાં આવી રહ્યું હોવાના પુરાવા સાથે રાજપુત કરણી સેના દ્વારા આવેદન પાઠવ્યું છે. આથી આ કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરી કેમમિકલ યુક્ત પાણીનો યોગ્ય નિકાલ કરવા માંગ કરાઈ છે. નહિંતર રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા ભવિષ્યમાં ઉગ્ર વિરોદ્ધ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...