તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:પ્રશ્નાવડા બારામાં ફરાર આરોપીને પકડવા આવેલા વનકર્મી ઉપર 10 લોકોનો હુમલો

સુત્રાપાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોરેસ્ટ અધિકારી પર છુટા પથ્થરો ફેક્યાં, સુત્રાપાડા પોલીસે ફરજ રૂકાવટનો ગુનો નોધ્યો

સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે દરિયા કિનારે આવેલ બારા વિસ્તારમાં રહેતા મછીયારા ઉપર ગત તા.11,જુન,2021ના રોજ 2 ફ્લેમિંગો પક્ષીના શિકાર બાબતે બે વ્યક્તિની અટકાયત કરી હતી. આરોપી આમદ સુલેમાન ભેસલિયા અને એમની સાથે આવેલ એક વ્યક્તિ સહિત બન્નેની સુત્રાપાડા ફોરેસ્ટ દ્વારા અટક કરાઈ હતી. પુછપરછ દરમ્યાન આમદ સુલેમાન ભેસલિયા ફરાર થય ગયો હતો. સાથે રહેલા અન્ય વ્યક્તિની પૂછપરછમાં ગુનો સ્વીકારી બે ફ્લેમિંગો પક્ષીનનો શિકાર કરી અને રાત્રે ભોજનમાં લેવાના હતા.

જેથી સુત્રાપાડા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ગત તા.24, જુનના રોજ આમદ ભેસલિયા પ્રશ્નાવડાના બારામાં આવ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે વન અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી આરોપીની પુછપરછ આદરી હતી. દરમ્યાન તેના પરિવારજનો લોખંડના પાઇપ, લાકડા, ધોકા જેવા હથિયારો સાથે ધસી આવી અને ભૂંડી ગાળો આપી જીવલેણ હુમલો કર્યો હતો. ફોરેસ્ટ અધીકારી પાઠળ દોડી છુટાં પથ્થરોન ફેકી ગંભીર ઈજા પહોંચાડી હતી.

આરોપીના પિતા સુલેમાન, ઇકબાલ, અમદનો બીજો ભાઈ સુલેમાન, ફિરોજ, સદામ જાફર, પત્ની શેરબાનું, માતા હાજરાબેન, કાકી મીમીબેન સહિતના પરિવારજો સામે ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર અધિકારી કિરણકુમાર કાંતિલાલ જોશી ફરિયાદ નોંધાતા સુત્રાપાડા પોલીસે ફરજ રૂકાવટના આધારે તમામ લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...