કળા:સુત્રાપાડા બંદરે બાળકોએ રેતીમાંથી વ્હેલ શાર્ક બનાવી

સુત્રાપાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુત્રાપાડા બંદરમાં બાળકો દ્વારા ગુજરાત વ્હેલ શાર્ક દિવસ-2020 નિમિતે રેતીમાંથી વ્હેલ શાર્કની પ્રતિમા બનાવી હતી. વન વિભાગ દ્વારા આ વર્ષે 12 મો ગુજરાત વ્હેલ શાર્ક દિવસ-2020 ઉજવાઇ રહ્યો છે. જે અંતર્ગત આજે વ્હેલ શાર્ક અંગે જાગૃતિ વધે તે માટે સુત્રાપાડા બંદરમાં દરિયા કિનારે સુત્રાપાડા બંદરના બાળકો દ્વારા વ્હેલ શાર્કનું ચિત્ર રેતીમાં બનાવેલ. જેમાં વેરાવળ રેન્જના ફોરેસ્ટ ઓફિસર એચ. ડી. ગલચર, આર. બી. ડોડિયા, કે. કે. જોશી, એચ. એમ. મેર, બી. બી. નિંબાર્ક, વિરભાઈ, ટ્રેકર, સહિતનાએ ઉપસ્થિત રહી બાળકોને સર્ટિફિકેટ અને નાસ્તો આપી પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...