તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:આજોઠાની કોવીડ હોસ્પિટલમાં 194 કોરોના દર્દીઓ આવ્યા જેમાંના 131 સાજા થયા

સુત્રાપાડા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ હોસ્પિટલો ફૂલ થતાં બારડ પરિવારે 50 બેડની વિનામૂલ્યે હોસ્પિટલ શરૂ કરી

કોરોના મહામારીમાં જ્યારે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો ફૂલ થઈ ગઈ હતી ત્યારે વેરાવળના આજોઠામાં તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડે તાત્કાલિક કોવિડ હોસ્પિટલ શરૂ કરી દીધી હતી. જેમાં 194 લોકો દાખલ થયા હતા. અને 131 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થઈને ઘેર પરત ફર્યા છે.આજોઠા ગામે બારડ પરિવારે લોકો માટે વિનામૂલ્યે શરૂ કરેલી 50 બેડની ખાસ કોવીડ માટેનીજ હોસ્પિટલમાં 194 કોરોના પોઝિટિવ દર્દીઓ આવ્યા જેમાંથી 131 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા હતા. જ્યારે 63 દર્દીઓને અન્યત્ર રિફર કરાયા હતા.

હાલ આ હોસ્પિટલમાં 14 દર્દીઓ સારવાર હેઠળ છે. આ હોસ્પિટલમાં દર્દી માટે મેડિકલ સેવા ઉપરાંત નાસ્તા અને જમવા તેમજ ફ્રૂટની વ્યવસ્થા પણ મફતમાં જ કરવામાં આવી છે. આ તમામ ખર્ચ ધાનાભાઈ બારડ પરિવાર ઉઠાવી રહ્યો છે. અહીં દર્દીના સગા-સંબંધીને પણ રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો હોસ્પિટલમાં CCTV કેમેરા અને મ્યુઝિક સિસ્ટમ પણ મુકવામાં આવી હતી. હોસ્પિટલમાં દર્દીઓને મ્યૂઝિક થેરાપી આપવામાં આવી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...