તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સુત્રાપાડામાં ફિશરીઝ હાર્બર બનાવવા આવેદન

સુત્રાપાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોમનાથ આવેલા સીએમ રૂપાણીને સુત્રાપાડા બંદરને ફિશરીઝ હાર્બર તરીકે વિકસાવવા વહેલીતકે કામગિરી શરૂ કરવા આવેદન અપાયું. સોમનાથની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને લોકોના અનેક પ્રશ્નો બાબત રૂબરૂ મુલાકાતનો દોર મોડી રાત્રિ સુધી ચાલુ રહ્યો હતો. જેમાં સુત્રાપાડા બંદરના દિલીપભાઈ આંજણીની સાથે હરેશભાઈ ગોહેલ, જેન્તીભાઇ સોલંકી, હિતેષભાઈ ફૂલબારિયા, શાંતિભાઈ ચાવડા વગેરે સુત્રાપાડા બંદરના પટેલો દ્વારા સીએમ રૂપાણીને રૂબરૂ આવેદન આપવામાં આવ્યું.

જેમાં જણાવાયું છે કે, સુત્રાપાડા બંદરના પ્રજાજનોએ પંચાયતથી લઇ પાર્લામેન્ટ સુધી દરેક ચૂંટણીમાં 90 ટકાથી ઉપર વોટિંગ કરી ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય અપાવ્યો છે. વોટિંગના દિવસે સુત્રાપાડા બંદરના તમામ પ્રજાજનોએ પોતાનો ધંધો રોજગાર બંધ રાખી પાર્ટીના ઉમેદવારને જંગી મતદાન કર્યું હતું. સંસદની ચૂંટણી વખતે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડને ઘેર સુત્રાપાડા મુકામે મિટીંગ કરી કહેવામાં આવ્યું હતું કે, તમે મારી ઉપર વિશ્વાસ રાખો. હું એક જ વર્ષની અંદર તમારા બંદરની કાર્યવાહી પૂર્ણ કરી દઈશ. મને એક વર્ષનો સમય આપો છતાં પણ આ બાબતનું કોઈ નક્કર પરિણામ મળેલ નથી. તાત્કાલિક ધોરણે જીવાદોરી રૂપ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...